જામનગર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે પસાર થતા શખ્સને સિટી સી ડીવીઝન પોલીસે આંતરીને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે શખ્સ પસાર થવાનો હોવાની હેકો જાવેદ વજગોર, પો.કો. વિપુલ સોનગરાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વિપુલ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ.ચાવડાના નેજા હેઠળ પીએસઆઈ કે.આર.સિસોદિયા તથા હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબનો જીજે-10-એઆર-7200 નંબરનો બાઈકસવાર પસાર થતા આંતરીને પૂછપરછ કરતાં રવિ મોહન લુણેશિયા (ગામ બગધરા તા.જામજોધપુર) નામના શખ્સે બાઈક ચોરાઉ હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે રવિની ધરપકડ કરી રૂા.15 હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.