કાલાવડ તાલુકાના ખરેડી ગામના સીમ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની તરૂણી પુત્રી કપડા સુકવતી હતી એ તે દરમિયાન ઈલેકટ્રીક વાયરને ભુલથી અડી જતાં વીજશોકના કારણે બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખરેડી ગામની સીમ વિસ્તારમાં જેન્તીભાઈ ગીણોયાના ખેતરમાં મજૂરી કામ કરતા સંદિપભાઈ કહરૂભાઈ કટારિયા નામના આદિવાસી યુવાનની પુત્રી આશાબેન કટારિયા (ઉ.વ.13) નામની તરૂણી તા.31 ના રોજ બપોરના સમયે વાડીમાં આવેલા મકાન પાસે કપડા સુકવતી હતી તે દરમિયાન ઉપરથી પસાર થતા ઇલેકટ્રીક વાયરની ભુલથી અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગઇ હતી. ત્યારબાદ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.