ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રાખવામાં આવેલી જુદી જુદી બે બોટમાંથી બે જીપીએસ સિસ્ટમની ચોરી થવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સંદર્ભે ઉપરોક્ત ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ અંગેની કાર્યવાહીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા તથા ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં રિલાયન્સ ચાર રસ્તા સર્કલ પાસે ઉભેલા અને સલાયા તરફ જઈ રહેલા ઝીલ ઉર્ફે ઝીલીયો કેતનભાઈ વાંઝા નામના 19 વર્ષના દરજી શખ્સની પોલીસે અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત શખસે ચોરી કરેલા જીપીએસ મશીનો કાઢી આપ્યા હતા.
આમ, પોલીસે રૂપિયા 80,000 ની કિંમતના બે જીપીએસ મશીન કબજે કરી વધુ તપાસ અર્થે આ શખ્સનો કબજો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, દેવાભાઈ મોઢવાડિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.