છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં મોટીહવેલીના આંગણે 36 વર્ષે છપ્પનભોગ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેને લઇ વૈષ્ણવ સમુદાયમાં હર્ષોલ્લાસ છવાયો હતો. મોટીહવેલીમાં બિરાજમાન મદનમોહનલાલજીના સ્વરૂપ સન્નમુખ છપ્પનભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટીહવેલીના ગાદીપતિ પૂ.પા.ગો. 1008 હરિરાયજી મહારાજના મનોરથ સ્વરૂપે 36 વર્ષ બાદ મદનમોહન પ્રભુને છપ્પનભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા વિશાળ પ્લોટમાં છપ્પનભોગ મનોરથ યોજાયો હતો. જેમાં વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમોની વ્યવસ્થા જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી તથા છપ્પનભોગ મહોત્સવ સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલના નેજા હેઠળ કાર્યકરોની વિવિધ કમિટીઓએ કરી હતી.