પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલ કરી છે. આ ડીલ મુજબ રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતો જોવા મળશે. ફૂટબોલ ક્લબ અલ નાસરે તેની ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ડીલ માત્ર અમારી ક્લબને જ નહીં પરંતુ આપણા દેશ, આવનારી પેઢીને પણ મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે. ક્રિસ્ટિયાનોને તેના નવા ઘર નાસરમાં આવવાનું સ્વાગત છે.
આ પહેલા પણ અન્ય સાઉદી ક્લબ અલ હિલાલ તરફથી રોનાલ્ડોને ઓફર કરવામાં આવી હતી, જે રોનાલ્ડોને અલ નાસર કરતા પણ લગભગ 370 મિલિયન ડોલર વધુ આપવા તૈયાર હતા. જો કે તે સમયે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે તે અહીં ખુશ છે.
અગાઉ રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં દર અઠવાડિયે 6 લાખ 5 હજાર મિલિયન ડોલર આપવામાં આવતા હતા. હવે રોનાલ્ડોને અલ નાસર તરફથી દર અઠવાડિયે લગભગ 1 મિલિયન ડોલર આપવામાં આવશે. અલ નાસરની સ્થાપના 1955માં રિયાધમાં થઈ હતી. તે સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે અને તેણે નવ સાઉદી પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા છે.