જામનગર તાલુકાના હર્ષદપુર ગામની સીમમાંથી પોલીસે આદિવીસ શખ્સને રૂા. 3500ની કિંમતની દારૂની સાત બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના હર્ષદપુર ગામની સીમમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતાં સુનિલ ભુવાનસિંગ ગુલસિંગ મુજલડા નામના ગામમાંથી શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબજામાંથી રૂા. 3500ની કિંમતની દારૂની સાત બોટલ મળી આવતાં પોલીસે સુનિલની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.