Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરખિજડીયા બાયપાસથી ખંભાળિયા રોડ મહાનગરપાલિકામાં સમાવવા રજૂઆત

ખિજડીયા બાયપાસથી ખંભાળિયા રોડ મહાનગરપાલિકામાં સમાવવા રજૂઆત

- Advertisement -

જામનગર નજીક આવેલ ખિજડીયા બાયપાસથી ખંભાળિયા બાયપાસ સુધી સમગ્ર વિસ્તારને જામનગર મહાનગરપાલિકામાં સમાવવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો-ઓપ. હાઉસિંગ સોસાયટી લિ.ના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં આવેલ ખિજડીયા બાયપાસથી ખંભાળિયા બાયપાસ સુધી સમગ્ર વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ-2014માં કરવામાં આવી છે. સમગ્ર બાયપાસ હાલ જીએસઆરડીસી હેઠળ એલ એન્ડ ટી કંપની પાસે છે. જેને સ્ટેટ હાઇવે જાહેર કરવામાં આવેલ છે. આ બાયપાસ રોડની આજુબાજુ અસંખ્ય સોસાયટીઓ આવી છે. સ્ટેટ હાઇવેના નિયમો અનુસાર મર્યાદિત રોડ ઉપર ડિવાઇડરમાં કટ આપવામાં આવેલ છે. મોટાભાગની સોસાયટીના રહીશો રોંગસાઇડમાં રસ્તાનો ઉપયોગ કરે છે. જેમાં ગંભીર અકસ્માતો થવાની સંભાવના છે. દરેડ જીઆઇડીસી પણ આ રસ્તા ઉપર આવેલ હોય, તેનો પણ ખૂબ જ ટ્રાફિક હોય છે. જેથી આ રસ્તો જામનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવે તો રોડ ઉપર અમુક અંતરે કટ મૂકી શકાય. જેથી અકસ્માત નિવારી શકાય. આ ઉપરાંત સમગ્ર રોડ ઉપર સ્ટ્રીટલાઇટ નાખી દેવામાં આવે તો નાગરિકોને સુવિધા વધી જાય. આ બાબતે જરુરી સૂચના લગત વિભાગને આપવા સમગ્ર વિસ્તારના નાગરિકોની લાગણી અને માગણી છે. તેમ જામમનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિ.ના ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular