જામનગરની સમર્પણ હોસ્પિટલને શશી ભગત તથા સરોજમા પરિવાર દ્વારા આધુનિક એમ્બ્યુલન્સનું અનુદાન આપવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી શશી ભગત તથા સરોજ માઁ પરિવાર તરફથી સમર્પણ હોસ્પિટલને તન-મન-ધનથી અવિરત સેવા કરી તેમાં એમ્બ્યુલન્સ, પેથોલોજી વિભાગમાં વેઇટીંગ હોલ, રેડયોલોજી વિભાગમાં વેઇટીંગ હોલ, નોઝલ એન્ડોસ્કોપી મશીન તથા ગૌશાળામાં અનેક વખત સેવા આપી સેવા કાર્યમાં સહભાગી બન્યા છે.
ત્યારે ફરી એક વખત સંત શિરોમણી હરીરામબાપાની 100મી જન્મ જયંતિ નિમિત્તે આજે શશી ભગત તથા સરોજ માઁ (લંડન) જામનગર તરફથી સમર્પણ હોસ્પિટલને રૂા. 18 લાખની આધુનિક એમ્બ્યુલન્સ દાનમાં આપી હતી.