જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન 96 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના રણજીતસાગર રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી 41 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા મળી આવતા આવતા અટકાયત કરી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના નવાગામ ઘેડમાં મધુવન સોસાયટીમાં રહેતાં કપિલ મોહનભાઈ હોથી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા તેમાંથી રૂા.14400 ની કિંમતના ઈંગ્લીશ દારૂના 96 નંગ ચપટા મળી આવતા પોલીસે કપિલ અને હિતેશ ડોલર મારુ નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાંથી પસાર થતા વિવેક મુકેશ ખાખરિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4100 ની કિંમતના 41 નંગ ચપટા મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.