શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મના વિરોધમાં જામનગર રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનું ગીત લોંચ કરવામાં આવ્યું છે તેમાં હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવા દ્રશ્યો અને શબ્દો હોય જેનો વિરોધ કરવામાંં આવ્યો છે. આ ફિલ્મમાંથી હિન્દુઓની લાગણી દુભાઈ તેવા તમામ દ્રશ્યો અને શબ્દો દૂર કરવા માંગણી કરાઇ છે. જો તેમ નહીં થાય તો ફિલ્મનો વિરોધ અને બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.