Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારગુજરાત સરકારના નિર્ણયથી કૃષ્ણ ભક્તોમાં હર્ષની હેલી : દ્વારકાધીશ મંદિર કોરિડોર બનતા...

ગુજરાત સરકારના નિર્ણયથી કૃષ્ણ ભક્તોમાં હર્ષની હેલી : દ્વારકાધીશ મંદિર કોરિડોર બનતા જ કૃષ્ણભૂમિમાં થશે નૂતન સૂર્યોદય

કરોડોના ખર્ચે બનનારા સંકુલથી યાત્રિકોને મળશે નવિનતમ સુવિધા

- Advertisement -

ભારતના પશ્ચિમ છેવાડાની ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ રાજધાની દ્વારકા નગરીને દેશના તીર્થ ક્ષેત્રોના વિકાસ બાદ હવે કેન્દ્ર અને રાજ્ય સરકારે અતિથિ ભૂમિના આ તીર્થભૂમિના વિકાસ અને સુવિધાઓ માટે ગઈકાલે રાજ્યની કેબિનેટ બેઠકમાં કોરીડોર મંદિર સાથે જોડતી વિકાસ યોજનાની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શાસનમાં સુવર્ણનગરી દ્વારકામાં નુતન સૂર્યોદયના અજવાળા પથરાવાના સમાચારથી દ્વારકા નગરી અને દ્વારકાધીશજીના ભક્તોમાં આનંદની હેલી જોવા મળી છે.

- Advertisement -

આમ જોઈએ તો કોરોના કપરા કાળ બાદ હિંદુઓની આસ્થા ધર્મ પ્રત્યે ખૂબ જ વધી ગઈ છે. ત્યારે દ્વારકાધીશ ધામમાં પ્રવાસી યાત્રિકોનો પ્રવાહ છેલ્લા બે વર્ષમાં અનેક ગણો વધારો થયો છે. ત્યારે સરકાર પણ દ્વારકા નગરીની પ્રાચીનતાને ધ્યાનમાં લઈ દ્વારકાધીશ મંદિર પરિષદને વધુ સુવિધા યુક્ત બનાવવા અનેક દિશા તરફ આધુનિક સુવિધા સફર વિકાસ સંકલન સાથે કોરિડોરના પ્રથમ તબક્કાનું કાર્ય આગામી જન્માષ્ટમીના દિન ખાતે મુહૂર્ત કરનાર છે.

આ અંગે પ્રાથમિક વિગતો મુજબના સૂત્રોની માહિતી પ્રમાણે દ્વારકાધીશ મંદિર આસપાસનું સ્ટ્રક્ચર એકસો મીટરની ત્રિજ્યામાં ખુલ્લું કરાવીને મંદિર આસપાસની ગીચતા તથા ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા અને પ્રાચીન ભૂમિની જાણવળી કરવામાં આવશે. સમગ્ર દેશ દુનિયામાંથી આવતો પ્રત્યેક શ્રદ્ધાળુ, ભાવિક ધ્વજાના દર્શન કરીને વધુને વધુ ધન્યતા અનુભવે તેવા વિચારો સાથે ભાજપ સરકારની આ કોરીડોરના નૂતન નિર્માણ તરફ આગળ વધી રહી છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે શ્રી કૃષ્ણ નગરીને કોરીડોર સુવિધા સાથેના વિકાસની વાત તેમના શ્વેત પત્રમાં પણ જાહેર કરી છે.

- Advertisement -

દ્વારકાના ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી મંદિર કોરિડોરમાં પ્રથમ પ્રવેશ હશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં ગોમતીઘાટ, સુદામા સેતુ તથા સમુદ્ર કિનારે આવેલ પૌરાણિક પંચનાદ તીર્થ ભૂમિ વગેરેનો વિકાસ મુખ્ય પાયો હશે.
વર્ષ 1995 ના સમયમાં નરેન્દ્ર મોદી અને પરિમલભાઈ નથવાણીની જોડીએ વિકાસના પ્રથમ ચરણનું કાર્ય શરૂ કર્યું હતું. દ્વારકાના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા એવા દ્વારકા જિલ્લાના વતની પરિમલભાઈ નથવાણીએ નરેન્દ્ર મોદીની સરકાર સાથે દ્વારકાના વિકાસ કાર્યના પ્રથમ ચરણનું કામ ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે શરૂ કર્યું હતું. શ્રી નથવાણીએ વર્ષો જૂના ગોમતીઘાટના જર્જરીત ભાગોનો ર્જીણોદ્ધાર કરીને ગોમતીઘાટ તથા પંચનાદ તીર્થ ક્ષેત્રને સુદામા સેતુ બ્રિજનું નિર્માણ કરીને વિશેષ સુવિધા ભક્તોને અર્પણ કરી હતી. ત્યારબાદ મંદિર પરિસરનું નિર્માણ કરી દેવસ્થાન સમિતિની કચેરી તથા જગત મંદિરમાં સીસી કેમેરા, અવર -જવરના માર્ગો સહિતની સુવિધામાં વધારો કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular