Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયા નબળા કામો

ખંભાળિયા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયા નબળા કામો

પેમેન્ટ અટકાવાયા: ચીફ ઓફિસર દ્વારા જાત તપાસ : નબળા કામો ફરી કરાવવાશે

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકા દ્વારા થતા કામોની ગુણવત્તા અગાઉ અવાર-નવાર લોકોમાં ટીકા પાત્ર બની છે. ખાસ કરીને રસ્તાના નબળા થતા કામોના કારણે રસ્તા ક્યારેય પણ લાંબો સમય ટકી શક્યા નથી.

- Advertisement -

ખંભાળિયા શહેરના જુદા જુદા ભાગોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા નગરપાલિકાના કામો કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારના સલાયા ગેઈટ, તેલી નદી પાસે તથા જોધપુર ગેઈટ પાસેના મહત્વના વિસ્તારોમાં થયેલા સી.સી. રોડના કામો નબળા થયા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી.

શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલી એક ઓઇલ મીલ પાસે તો નવો બનાવેલો રસ્તો કે જેમ માટે ત્રણ વર્ષની ગેરંટી આપવામાં આવી હતી, આ રસ્તાના પોપડા ઉખડી જતા આ રોડ પર કાંકરા ઉડવા લાગ્યા છે. જેથી નગરપાલિકાના સદસ્યા રેખાબેન ખેતિયા દ્વારા આ મુદ્દે પાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને નગરપાલિકાના ચીફ ઓફિસરએ રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી.

- Advertisement -

આ વિસ્તારના સલાયા ગેઈટ, દીપક મીલ, ગુજરાત મીલ, તેલી નદીના પાસેના વિસ્તારોમાં ચીફ ઓફિસરે પગપાળા મુલાકાત લઈ અને તપાસ દરમિયાન સ્થાનિક રહેવાસીઓના અભિપ્રાય પણ મેળવ્યા હતા. ત્યાર બાદ રસ્તાના કામોની ગુણવત્તા નબળી હોવાનું ખુલવા પામતા ત્યાંના કામો ફરીથી કરવા, નોટિસ આપવા તથા પેમેન્ટ અટકાવવાનો નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો છે.

નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી થયાનું કહેવાય છે. જેથી નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરોમાં ફાફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. પાલિકામાં અનેક કામો નિયમ મુજબ થયા નથી. ત્યારે આગામી સમયમાં નગરપાલિકાની કડક કાર્યવાહીની અપેક્ષા સાથે કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામગીરી કરે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular