Saturday, October 19, 2024
Homeસ્પોર્ટ્સઆવતીકાલે કોચીમાં IPLનું મિની ઓકશન

આવતીકાલે કોચીમાં IPLનું મિની ઓકશન

- Advertisement -

આઈપીએલ-2023 માટે આવતીકાલે કોચીમાં બપોરે 12:30 વાગ્યાથી મિનિ ઑક્શન (નાની હરાજી) થશે. આ હરાજીમાં આઈપીએલ રમનારી 10 ટીમ 154.50 કરોડ રૂપિયાના ખર્ચે 405માંથી 87 ખેલાડીઓની ખરીદી કરશે. આ માટે દરેક ટીમે કમર કસી લીધી છે અને હરાજીમાં સામેલ ખેલાડીઓને ગમે તેટલી કિંમત ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કરવાની રણનીતિ પણ બનાવી લીધી છે. હરાજીમાં ઈંગ્લેન્ડના સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ અને સૈમ કુરેન પણ છે જેના ઉપર ટીમો દિલ ખોલીને પૈસા વરસાવી શકે છે. આ વખતે હરાજીમાં સૌથી વધુ રકમ લઈને સનરાઈઝર્સ હૈદરાબાદ ઉતરશે. આ ઉપરાંત પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટસ, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ચાર ટીમો એવી છે જેની પાસે 20 કરોડથી વધુની રકમ છે. જ્યારે ફાફ ડુપ્લેસીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ બે એવી ટીમ છે જે હરાજીમાં અત્યંત કંજૂસાઈ કરતી જોવા મળશે કેમ કે 10માંથી આ બે ટીમોના પર્સમાં 10 કરોડ રૂપિયાથી ઓછી રકમ પડેલી છે. દસેય ફ્રેન્ચાઈઝી પાસે આમ તો પર્સમાં કુલ 206 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે પરંતુ નિયમ પ્રમાણે તેઓ કુલ બજેટની 75% રકમ જ ખેલાડીઓની ખરીદી પાછળ ખર્ચ કરી શકે છે. તેનાથી વધુ રકમ ખર્ચ કરવાની તેમને પરવાનગી હોતી નથી. પાછલા વર્ષોના વિપરિત આઈપીએલ-2023ની હરાજીમાં રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો વિકલ્પ નહીં થાય. દરેક ફ્રેન્ચાઈઝી સ્કવોડમાં ઓછામાં ઓછા 18 ખેલાડી અને મહત્તમ 25 ખેલાડી સામેલ થશે.
2 કરોડની બેઝ પ્રાઈઝ માટે ટોમ બેન્ટન, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ટાઈમલ મિલ્સ, જેમી ઓવરટન, ક્રેગ ઓવરટન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, કેમરુન ગ્રીન, ટ્રેવિસ હેડ, ક્રિસ લીન, કેન વિલિયમસન, એડમ મિલ્ને, જીમી નિશમ, રિલે રોસૌવ, રાસી વૈન ડેર ડુસન, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન
1.50 કરોડની બેઝ પ્રાઈઝ માટે સીન અબોટ, રિલે મેરેડિથ, ઝે રિચર્ડસન, એડમ ઝેમ્પા, શાકિબ-અલ-હસન, હેરી બ્રૂક, વિલ જેક્સ, ડેવિડ મલાન, જેસન રોય, શેરફેન રધરફોર્ડ, નાથન કુલ્ટર નાઈલ
1 કરોડની બેઝ પ્રાઈઝ માટે મયંક અગ્રવાલ, મનિષ પાંડે, મોહમ્મદ નબી, મુઝીબ ઉર રહેમાન, મોઈસેસ હેનરિક્સ, એન્ડ્રુ ટાય, જો રુટ, લ્યુક વુડ, માઈકલ બ્રેસવેલ, કાઈલ જૈમીસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, હેનરિક ક્લાસેન, તબરેજ શમ્સી, કુશલ પરેરા, રોસ્ટન ચેઝ, રાખીમ કોર્નવાલ, શાઈ હોપ, ડેવિડ વિસે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular