ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. ઠંડીના કારણથી ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે, જેના લીધે ટ્રેનોની ગતિ પર બ્રેક લાગી ગઈ છે. છેલ્લા બે દિવસમાં ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. આ જ કારણે ઉત્તર પ્રદેશ અને બિહારથી દિલ્હી અને દિલ્હીથી ઉત્તરપ્રદેશ-બિહાર જતી ટ્રેનો મોડી પડી રહી છે. ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા 260 ટ્રેનો રદ કરાઇ છે. 11 ટ્રેન મંગળવારે દિલ્હી મોડી પહોંચી છે. એમાં દરભંગા નવી દિલ્હી ક્લોન એક્સપ્રેસ, બરોની-નવી દિલ્હી સ્પેશ્યલ, ભાગલપુર-આનંદવિહાર વિક્રમશીલા એક્સપ્રેસ, સહરસા-નવી દિલ્હી વૈશાલી એક્સપ્રેસ, રાજેન્દ્રનગર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સામેલ છે. 31 ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે.