Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએનએસયુઆઈના નવનિયુકત હોદ્દેદારોનું જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સન્માન

એનએસયુઆઈના નવનિયુકત હોદ્દેદારોનું જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સન્માન

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં એનએસયુઆઈના નવા હોદ્દેદારોની નિમણૂંક ઓલ ઈન્ડિયા એનએસયુઆઈના પ્રમુખ નિરજ કુંદનજી અને ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની મંજૂરીથી કરવામાં આવી છે. જેમાં જામનગર શહેર જિલ્લા એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ મહિપાલસિંહ જાડેજાની કામગીરીને નોંધ લઇને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવે છે. જામનગર શહેર રવિરાજસિંહ ગોહિલને પ્રમુખ તરીકે નિમવામાં આવેલ છે તેમજ જામનગર જિલ્લામાં પ્રમુખ તરીકે સન્નીભાઈ આચાર્યની નિમણૂંક કરવામાં આવેલ છે.
આવતા દિવસોમાં એનએસયુઆઇ વિદ્યાથીૃઓના હિતમાં સદા તત્પર રહેશે તેવી નેમ એનએસયુઆઈ દ્વારા લેવામાં આવી છે. આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા નિમાયેલા હોદ્દેદારોને સન્માન સમારોહનો કમાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ હોદ્દેદારોને ફુલહારથી સન્માનિત જામનગર શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, ડો. તૌસિફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, અશોકભાઇ સોલંકી, સહારાબેન, આનંદભાઈ ગોહિલ, કોર્પોરેટર રચનાબેન, જેનમબેન, ધવલભાઈ, દાઉદભાઈ, ભરતભાઈ વાળા, અતુલ પ્રજાપતિ, વિજયસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, રત્નદિપસિંહ વાઢેર વગેરે આગેવાનો હાજર રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular