Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકેરળમાં આર્જેન્ટિના અને ફ્રાન્સના સમર્થકો વચ્ચે હિંસા

કેરળમાં આર્જેન્ટિના અને ફ્રાન્સના સમર્થકો વચ્ચે હિંસા

ફૂટબોલ ફાઇનલ બાદ ફાટી નિકળેલી હિંસામાં ત્રણ લોકો પર છરીથી હુમલો : પોલીસને પણ માર પડયો

- Advertisement -

ફીફા વર્લ્ડકપના ફાઈનલમાં આર્જેન્ટીનાએ ગત ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. રોમાંચથી ભરપૂર આ મેચમાં અનેક ટર્નિંગ પોઈન્ટ આવ્યા હતા. ક્યારેક એવું લાગતું હતું કે આર્જેન્ટીનાની ટીમ સરળતાથી જીતી જશે તો ક્યારેક ફ્રાન્સે વાપસી કરી આખું પાસું પલટી નાખ્યું હતું. આવામાં મેચ એકસ્ટ્રા ટાઈમ બાદ 3-3ની બરાબરી પર પૂર્ણ થયો અને પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચ્યો હતો જેમાં આર્જેન્ટીનાએ 4-2થી જીત મેળવી હતી. દુનિયાભરમાં આ જીતની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભારતમાં પણ લોકોએ આ મેચનો આનંદ ઉઠાવ્યો હતો. મેચ બાદ આર્જેન્ટીના અને મેસ્સીના ચાહકોએ જીતની ઉજવણી કરી હતી. ખાસ કરીને કેરળમાં સૌથી વધુ અને મોટી ઉજવણી થઈ હતી. જો કે આ દરમિયાન હિંસક ઘટનાઓ પણ સામે આવી છે. કેરળના કન્નુરમાં ફ્રાન્સ અને આર્જેન્ટીનાના સમર્થકો અંદરોઅંદર બાખહી પડ્યા હતા જેમાં ત્રણ લોકો ઘાયલ થઈ ગયા હતા.

- Advertisement -

પોલીસે જણાવ્યું કે ત્રણમાંથી એકની હાલત અત્યારે ગંભીર છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના પલ્લીયામૂલા પાસેની છે. આર્જેન્ટીનાના ચાહકોએ ફ્રાન્સના ચાહકોની ટીકા કરતાં જ હિંસા ફાટી નીકળી હતી. જે પછી છ લોકોને અટકાયતમાં લઈ લેવાયા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે. આ ઉપરાંત કોચી અને તિરુવનંતપુરમમાં પણ હિંસાની અમુક ઘટનાઓ સામે આવી છે. આર્જેન્ટીનાની જીત બાદ જશ્ન મનાવી રહેલા લોકોને સંભાળવા દરમિયાન બે પોલીસ અધિકારીઓ પર હુમલો થયો હતો. પોલીસે જણાવ્યું કે કોચીમાં એક પોલીસ અધિકારી સાથે મારામારી કરીને તેને રોડ પર ઢસડવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે અધિકારી ટ્રાફિકને નડતરરૂપ બની રહેલા ટોળાને હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. તિરુવનંતપુરમ પાસે પોઝીયુરમાં એક પીએસઆઈ પર સ્ક્રીનિંગ ફાઈનલ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.કાયકક્રમ સ્થળે હંગામો કરનારા બે યુવકોને હટાવવા દરમિયાન પીએસઆઈ પર હુમલો કરાયો હતો. આ ઉપરાંત પોલીસે જણાવ્યું કે કોલ્લમમાં એક સ્થાનિક સ્ટેડિયમમાંથી આર્જેન્ટીનાના ચાહકોની વિક્ટ્રી માર્ચ દરમિયાન એક 18 વર્ષીય તરૂણ અક્ષય કુમારનું મોત નિપજ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular