જામનગર શહેરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતાં બ્રાસપાર્ટના વેપારી યુવાનની ભઠ્ઠીના દરવાજાનું તાળુ તોડી અજાણ્યા તસ્કરોએ કુલ રૂા.6 લાખની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન ચોરી કરી ગયા હતા.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતાં વિજયભાઈ ભારોળિયા નામના બ્રાસપાર્ટના વેપારી યુવાનની બ્રાસપાર્ટની ભઠ્ઠીના દરવાજાનો અજાણ્યા તસ્કરોએ તાળા તોડી પ્રવેશ કરી અંદર રાખેલો બ્રાસના ભંગારના 15 બાચકા અને પિતળનો ભંગાર મળી કુલ રૂા.6,03,750 ની કિંમતના 1725 કિલો પિતળનો ભંગાર ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ થતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.