ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા ભારતીબેન રમેશભાઈ મગનભાઈ દતાણી નામના મહિલાને માલિકીની દુકાનમાં શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી, દરવાજાનું નીચેનું પતરું તોડી અને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. આ દુકાનમાં રહેલા પાકીટમાં રાખવામાં આવેલા રૂપિયા 10,400 ની રોકડ રકમ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ભારતીબેન દત્તાણી દ્વારા વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.