Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઝોનફેર પ્રકરણ અંગે આરટીઆઇ હેઠળ માહિતી મંગાઈ

ઝોનફેર પ્રકરણ અંગે આરટીઆઇ હેઠળ માહિતી મંગાઈ

અરજદાર નીતિનભાઈ માડમ દ્વારા જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ પાસે માહિતી માંગવામાં આવી

- Advertisement -

જામનગરના અગ્રણી નાગરિક નીતિનભાઇ માડમ દ્વારા માહિતી અધિકાર નિયમ હેઠળ ઝોનફેરના પ્રકરણ તથા તે અંગે થયેલી કામગીરી અંતર્ગત જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ પાસેથી માહિતી માંગવામાં આવી છે.

- Advertisement -

અરજીમાં જણાવ્યા મુજબ તા.1-1-2020 થી તા.14-12-2022 સુધી મંડળ દ્વારા કેટલીક મિટિંગો મળી તે મિટિંગના એજન્ડા, ઠરાવો, મિનિટસની નકલો તેમજ તા.1-1-2020 થી આજદિન સુધી ઝોનફેર માટે કેટલી અરજીઓ આવી છે ? તેનું ઈન્વર્ટનંબર સાથેનું લીસ્ટ તથા વિગતો, 1-1-2020 થી આજસુધી ઝોનફેર નામંજૂર કરવામાં આવ્યા હોય અને કયા નિયમ અનુસાર નામંજૂર કરવામાં આવ્યા ? તેની વિગતો, 1-1-2020 થી આજસુધી કયા નિયમ અનુસાર ઝોનફેરની મંજૂરી આપવામાં આવી છે ? તેની વિગતો, ઝોનફેર માટે આવેલ અરજીઓ બાબતે અરજી કરનાર તથા કચેરી દ્વારા કોઇ પત્ર વ્યવહાર કરવામાં આવ્યા હોય તો તેની સંપૂર્ણ વિગત, ઈન્વર્ટ નંબર આઉટવર્ડ નંબર સાથેની વિગતો, ઝોનફેર માટે આવેલ અરજીઓની ફાઈલ ઉપર કરવામાં આવેલ નોંધણીની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે.
આ ઉપરાંત તા.1-1-2020 થી આજસુધી ઝોનફેર માટે અખબારોમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોય તથા ગેઝેટ પસાર કર્યુ હોય તેની તમામ નકલો, 1-1-2020 થી આજસુધી ઝોનફેર બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઇ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હોય તેની વિગતો, જિલ્લા કલેકટર દ્વારા તા.13-02-2008 ના રોજ એરફોર્સ સ્ટેશન નજીક 900 મિટર બાંધકામ મંજૂરી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામુ બહાર પડયે અત્યાર સુધી કેટલા બાંધકામોને મંજૂરી આપવામાં આવી ? તેની વિગતો અને આ જાહેરનામુ હાલમાં સ્થગિત કરવામાં આવેલ છે અથવા તા.13-02-2008 પછી આ અંગે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, કલેકટર દ્વારા કોઇ પત્ર વ્યવહાર કરવામાં આવેલ હોય તો તેની સંપૂર્ણ વિગતો આ અરજી દ્વારા માગવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular