Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસંસદમાં 12-જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મહત્વના પ્રશ્નોની રજૂઆત

સંસદમાં 12-જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મહત્વના પ્રશ્નોની રજૂઆત

યુવા શકિતને ઉદ્યોગ સાહસિકતાની સૂવર્ણ તક આપતા સ્ટાર્ટઅપ્સ માટે પ્રત્યુતર પાઠવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

- Advertisement -

જામનગરના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં યુવા ઉદ્યોગ સાહસિકો માટે તેમજ વ્યાપક જનહિતમાં વધુ એક વખત મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે અંતર્ગત યુવા શકિતને ઉદ્યોગ સાહસિકતાની સૂવર્ણ તક આપતા સ્ટાર્ટઅપ્સ માટે પ્રશ્નના સંદર્ભમાં કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલએ પ્રત્યુતર પાઠવ્યો હતો.
સંસદના શિયાળુ સત્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાઓના લોકપ્રિય સંસદ સભ્ય પૂનમબેન માડમે પ્રશ્ન પૂછયો હતો કે દેશના 84,000 થી વધારે સ્ટાર્ટઅપ્સમાંથી કેટલાં સ્ટાર્ટઅપ્સ ટાયર-2 અને ટાયર-3 પ્રકારના શહેરોમાં કાર્યરત છે.
સંસદ પૂનમબેનએ સાથે જ પ્રશ્ન પૂછયો કે છેલ્લાં 5 વર્ષથી શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ ફંડનું ઈચ્છીત પરિણામ મળી શકયું છે કે નહીં ? અને શું સરકાર ઉદ્યોગોમાં મહિલાને પ્રોત્સાહન આપવા માટે તથા વેસ્ટ મેનેજમેન્ટ, ઈરીગેશન અને કૃષિમાં ઈનોવેટિવ સોલ્યુશન માટે કોઇ મહત્વના ખાસ પગલાં લઇ રહી છે ?

- Advertisement -

જેમાં જવાબમાં મંત્રી પિયુષ ગોયલએ કહ્યું કે, વર્તમાનમાં ભારતની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિશ્વની ત્રીજી સૌથી સફળ અને મોટી સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ છે. જાન્યુઆરી 2016 માં જ્યારે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું ત્યાં સુધી દેશમાં માત્ર 452 સ્ટાર્ટઅપ હતાં. જે આજે વધીને 80,012 થી પણ વધારે થઈ ગયા છે તથા મંત્રી પિયુષ ગોયલે પાટણનું ઉદાહરણ આપીને એ ટાંકયું કે, હજુય દેશના ટાયર-2, ટાયર-3 શહેરોમાં ખૂબ મોટી સંભાવનાઓ અને સામર્થ્ય રહેલા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતને વૈશ્વિક સ્તરે અવિરત પ્રગતિ ઉપર લઇ જવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય વિઝનમાના એક એવા આ સ્ટાર્ટઅપ્સ આજે દેશના અર્થતંત્રનો મહત્વનો હિસ્સો બની રહ્યા છે તે ધ્યાને લેતા આ માહિતી જે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રશ્ન દ્વારા મળે છે તે ખૂબ મહત્વની ગણાય છે. આજ રીતે વખતો વખત સાંસદ પૂનમબેન માડમ વ્યાપક જનહિતની સ્પર્શતા મુદ્દાઓની માહિતી સંસદભવનના માધ્યમથી મેળવતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular