જામનગર શહેરના સિટી સી ડીવીઝનમાં નોંધાયેલા અપહરણ અને પોકસોના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ-દુષ્કર્મ અને પોકસોના ગુનામાં જગદીશ વારસાકિયા નાસતો-ફરતો હતો. આ આરોપી અંગેની હેકો જાવેદ વજગોર, પો.કો. યુવરાજસિંહ જાડેજા, હરદીપ બારડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, એએસઆઇ આર.એમ.કનોજીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, મગનભાઈ ચંદ્રપાલ, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, સંદિપભાઈ જરૂ સહિતના સ્ટાફે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના ભીમરાણા ગામમાં રહેતા જગદીશ બાબુ વારસાકિયા નામના શખ્સને દબોચી લીધો હતો.
પોલીસ દ્વારા જગદીશની પૂછપરછમાં શખ્સે ભોગ બનનારના મોબાઇલ નંબર મેળવી વોટસએપ એપ્લીકેશન દ્વારા સંપર્ક કરીને મિત્રતા કેળવી લીધી હતી તેમજ વાતચીત કરી લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવીને તેની ઓરડીએ બોલાવી મકાનમાલિક સાથે ખોટું બોલી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ગુનામાં પોલીસે જગદીશની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.