Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરબાકી મિલકત વેરાની રકમમાં વ્યાજમાફી પ્રોરેટાના ધોરણે લાભ લેવા અંગે

બાકી મિલકત વેરાની રકમમાં વ્યાજમાફી પ્રોરેટાના ધોરણે લાભ લેવા અંગે

આ લાભ 31-3-2023 સુધી આપવામાં આવશે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન મંજૂર થયેલ જનરલ બોર્ડ ઠરાવ અનુસાર તા.1/5/2022 થી વર્ષાંત સુધીમાં જે મિલકતધારકો 2006 પહેલાની (તા.31/03/2006 સુધીની) રેન્ટબેઈઝ પદ્ધતિ અને 2006 પછીની (તા.1/4/2006) થી ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબની તમામ બાકી મિલકત વેરા પૈકી હપ્તે હપ્તે રકમ ભરપાઈ કરી આપે તેને 2006 પહેલાંની રેન્ટબેઈઝ બાકી મિલકત વેરા પર 100 ટકા વ્યાજમાફી અને 2006 પછીની ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેકસની બાકી મિલકત વેરા પર 50 ટકા વ્યાજ રાહત તથા બાકી વોટરચાર્જનો લાભ પ્રોરેટાના ધોરણે આપવાનું મંજૂર થયેલ છે. તો શહેરના તમામ કરદાતાઓને 2006 પહેલાંની (તા.31/3/2006 સુધીની) તેમજ 2006 પછીની (તા.1/4/2006 થી) બાકી રકમ ઉપર લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ લાભ તમામ બિનરહેણાંક, રહેણાંક અને સરકારી મિલકતોને તા.31/03/2023 સુધી આપવામાં આવશે.

- Advertisement -

શાખા દ્વરારા હાલે તા.31/3/2022 સુધીની બાકી મિલકત વેરાની સઘન રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, હવે પછી આવા બાકીદારો પોતાનો મિલકત વેરો ભરપાઈ નહીં કરે તો તેના નામ જાહેર કરવામાં આવશે. જેની દરેક બાકીદાર આસામીઓએ નોંધ લઇ પોતાનો વેરો ભરપાઈ કરી મહાનગરપાલિકાના વિકાસ કાર્યમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.

બાકી વેરા જામનગર ડ્ઢુલાબનગર સિટી સીવીક સેન્ટર ખાતે ભરપાઈ કરી શકાશે. તેમજ જામનગર શહેરની એચડીએફસી બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઇડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઈ કરી શકાશે. તદઉપરાંત મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ. ળભષફળક્ષફલફિ. ભજ્ઞળપરથી પણ પોતાનો વેરો ઓનલાઈન ભરપાઈ કરી શકાશે. ઓનલાઈન ટેકસ ભરનારને 2 ટકા ડિસ્કાઉન્ટ (વધુમાં વધુ રૂા.250) આપવામાં આવશે.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular