Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરની ડેન્ટલ કોલેજમાં કેન્દ્ર સરકાર દ્વારા વધુ 12 બેઠકને મંજૂરી

જામનગરની ડેન્ટલ કોલેજમાં કેન્દ્ર સરકાર દ્વારા વધુ 12 બેઠકને મંજૂરી

આગામી શૈક્ષણિક વર્ષથી નવી બેઠકોનો અમલ

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં એમડીએસના કોર્ષ માટે વધુ બાર બેઠકની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી નવી બેઠકનું અમલીકરણ થશે.

- Advertisement -

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં એમડીએસના કોર્ષ માટે બેઠક વધારવા માગણી કરવામાં આવી હતી. સરકારી ડેન્ટલ કોલેજમાં કાર્યરત કુલ 9 વિભાગમાંથી બે વિભાગમાં સીટ વધારવા માટે થોડા સમય પૂર્વે મંજૂરી મળી હતી. જ્યારે વધુ ચાર વિભાગ માટે બેઠક વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા વધુ બાર સીટ વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરની ડેન્ટલ હોસ્પિટલની ટીમ દ્વારા આ માટે છેલ્લા એક વર્ષથી જહેમત ઉઠાવી રહી હતી. આ માટે જરૂરી સ્ટાફ અને સાધન-સામગ્રીની ફાળવણી માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆતો થઇ હતી. કેન્દ્ર સરકારની ટીમ દ્વારા આ અંગે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં સફળતા મળતાં પીજીની વધુ બાર બેઠકને મંજૂરી મળી છે. આગામી શૈક્ષણિક વર્ષથી નવી સીટની મંજૂરી સાથે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular