Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહવે એક મહિનો લગ્ન સહિતના શુભકાર્યોને વિરામ

હવે એક મહિનો લગ્ન સહિતના શુભકાર્યોને વિરામ

- Advertisement -

ગત દેવઊઠી એકાદશી બાદ શરૂ થયેલી લગ્નસરાની નવી સિઝન સાથે જ શહેરમાં લગ્નોની ભરમાર જોવા મળી રહી છે. લગ્નસરાના આરંભે ઓછા મુહૂર્તની સામે સંખ્યાબંધ લગ્ન આયોજનો દેખાઈ રહ્યા છે. એવામાં હવે 16 જાન્યુઆરીના શુક્રવારે કમુરતાં શરૂ થવાની સાથે જ લગ્નસરા આડે એક મહિનાનો વિરામ રહેશે. સૂર્યદેવના રાશિ પરિવર્તનની સાથે જ ધનારક એટલે કે કમુરતાંનો આરંભ થશે. 16 ડિસેમ્બરના શુક્રવારે સવારે 9.59 વાગ્યાથી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ નિમિત્તે રાત્રિએ 8.46 વાગ્યા સુધી ધનારકને કારણે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.

- Advertisement -

હિન્દુ સનાતન ધર્મમાં દરેક કાર્ય માટે યોગ્ય મુહૂર્ત નિશ્ચિત કરાયા છે. અમુક શુભ કાર્યો અમુક સમયમાં નિષેધ માનવામાં આવે છે. આવો જ એક સમય ધનારક અને મીનારક ગણવામાં આવે છે. સૂર્યદેવ ધન રાશિમાં અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાતિ ગણવામાં આવે છે. આ સમયને કમુરતાં કહેવામાં આવે છે. આ સમય લગભગ એક મહિનાનો હોય છે. તેમાં લગ્ન, સગાઈ, મૂંડન, પ્રાણપ્રતિષ્ઠા. નવવધૂ પ્રવેશ, ગૃહઆરંભ. ગૃહપ્રવેશ, વ્રત આરંભ કે પારણા સહિતના શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular