Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોમર્શિયલ સિવાયના તમામ વાહનોનો ટોલટેકસ માફ

કોમર્શિયલ સિવાયના તમામ વાહનોનો ટોલટેકસ માફ

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

- Advertisement -

હાઈવે પર વાહન ચલાવનારાઓ માટે ગુડ ન્યુઝ છે. કોમર્શિયલ વાહનોને બાદ કરતા પ્રાઈવેટ વાહનો ઉપરાંત સરકારી વાહનો, શબવાહીની, ભારતીય સેના વગેરેના વાહનોને ટોલ ટેકસ નહીં ભરવો પડે, મધ્યપ્રદેશથી આ શરૂઆત થઈ છે તેમ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું.

- Advertisement -

ગડકરીએ જણાવ્યું હતું કે, ટોલ ટેકસના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અંતર્ગત અનેક લોકોએ ટોલ ટેકસ નહીં ચૂકવવો પડે. તેને લઈને લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજય સરકાર પણ પોતાના હિસાબેથી ટોલ ટેકસ ચૂકવવા મામલે નિયમ જાહેર કરી શકે છે. હવે મધ્યપ્રદેશના લોકોને આ મામલે લોટરી લાગી ગઈ છે. અહીં ખાનગી વાહનોએ કોઈપણ પ્રકારનો ટોલ ટેકસ નહીં ભરવો પડે, માત્ર કોમર્શિયલ વાહનોએ જ ટોલ ટેકસ ચૂકવવો પડશે. મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં ડીએમ એમ.એચ. રિઝવીએ જણાવ્યું હતું કે, પહેલા બધા ફોર વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેકસ વસુલવાનો ફેસલો કરાયો હતો, બાદમાં સરકારે માત્ર કોમર્શિયલ વાહનો પાસેથી જ ટોલ ટેકસ વસુલવાનો નિર્ણય લેવાયો હતો.

આગામી મહિનામાં ટોલ ટેકસ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. કેન્દ્ર સરકારે ટોલ ટેકસ ન આપનારાઓની યાદી તૈયાર કરી છે. તેમાં પહેલા માત્ર 9 કેટેગરીના લોકોને સામેલ કરાયા હતા પણ હવે તે 25 કરવામાં આવી છે. જેમાં સરકારી વાહનથી માંડીને શબવાહીની સામેલ છે. આ લોકોએ કોઈપણ પ્રકારનો ટોલટેકસ નહીં આપવો પડે. રાજય સરકારે જાણકારી આપતા જણાવ્યું હતું કે સંસદ અને વિધાનસભામાં પૂર્વ અને વર્તમાન સભ્યોના વાહન અને બિન વ્યાવસાયિક વ્હીકલ, ભારતીય સેના, ભારતીય ટપાલ કૃષિ ઉદેશ્યો માટે ઉપયોગમાં લેવાતા ટ્રેકટર ટ્રોલી, ઓટો રિક્ષા, ટુ વ્હીલર, માન્યતા પ્રાપ્ત પત્રકારો ઉપરાંત યાત્રી વાહનોને પણ ટોલટેકસમાંથી મુક્તિ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular