Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સરમતમાં શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવી

જામનગરના સરમતમાં શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવી

જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત: પોલીસ દ્વારા કાર્યવાહી : ધ્રોલમાંથી બેશુધ્ધ હાલતમાં મળી આવેલા વૃધ્ધનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના સરમત ગામના વાડી વિસ્તારમાં રવિવારે બપોરના સમયે દવા છાંટતા સમયે યુવાન ઝેરી દવા પી જતાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ધ્રોલ ગામમાં એસટી બસ સ્ટેન્ડ પાસે બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના સરમત ગામના વાડી વિસ્તારમાં રહેતાં મૂળ આણંદ જિલ્લાના આંકલાવ ગામના વતની અર્જૂન રાજેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.36) નામનો યુવાન રવિવારે બપોરના સમયે તેના ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો તે દરમિયાન તેના હાથે જ ઝેરી દવા પી જતાં તબીયત લથડતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સિતાબેન ઠકોર દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ધ્રોલ ગામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે અજાણ્યો પુરૂષ બીમારી સબબ બેશુધ્ધ હાલતમાં મળી આવતા સામાજિક કાર્યકર હિતેશપરી ગોસાઈ એ જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં આશરે 65 વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular