જામનગરના કાલાવડ નાકા બહાર મોદીવાડ મસ્જિદ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11,700 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં.
મળતી વિગત મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર મોદીવાડ મસ્જિદ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની પો.કો. શિવરાજસિંહ રાઠોડ અને રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી.ગજ્જર તથા પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ સોઢા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન હનિફ આમદ શેખ, રઉફ બોદુ ખુરેશી, આરીફ બોદુ અગવાન, મનિષા જાદવજી પીપળિયા, ઈસ્માઇલ સિદીક પંજા નામના પાંચ શખ્સોને રૂા.11,700 ની રોકડ રકમ તથા ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.