Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારજશાપરના ગ્રામજનો દ્વારા ધીરગુરૂદેવને વિદાય

જશાપરના ગ્રામજનો દ્વારા ધીરગુરૂદેવને વિદાય

સ્વભાવના પરિવર્તન વિના ધર્મનો આસ્વાદ માણી શકાશે નહીં : ધીરગુરૂદેવ

- Advertisement -

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યશસ્વી અને યાદગાર ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં ઘર-ઘર દાનના સૂત્રને સાર્થક રવા દાનપેટીનું વિતરણ કરવામાં આવેલ.

- Advertisement -

રવિવારની સલુણી સવારે ગ્રામજનોમાં સૌથી મોટી ઉંમરના ભાઇ-બહેનના સન્માન બાદ વિહાર યાત્રાનો પ્રારંભ થતાં સેંકડો ભાવિકો જૈન જયંતિ શાસનમ્ના જયનાદે જોડાયા હતા. કાટકોલામાં માલિનીબેન કિશોરભાઇ સંઘવી, જીવદયા ઘર ખાતે જેશંકરભાઇ ભોગાયતા, મયુરભાઇ રોહિતભાઇ વગેરેઅ સ્વાગત કરેલ.

વિદાયમાન સમારોહમાં ગુજરાત સમાજ દિલ્હીના પ્રમુખ દિલીપભાઇ ધોળકિયા તેમજ-મસ્કત-સ્થિત કિશોરભાઇ, દિનેશભાઇ, કીર્તિભાઇ, પંકજભાઇ મણિયાર, અરવિંદભાઇ શાહ, કમલેશ દોશી, મનહરભાઇ મણિયાર વગેરે ઉપસ્થિત રહેલ.

- Advertisement -

દિલીપભાઇ ધોળકિયાએ પૂ. ગુરૂદેવના જશાર જેવા નાના ગામમાં ચાર્તુમાસ પસાર કરવા બદલ અને ગ્રમજનોની ભકિત બિરદાવી અભિવંદના કરેલ.

જીવરક્ષા ગૌ માતા ચડાવાનો લાભ ચંદનબેન ધીરજલાલ મણિયાર પરિવારે લીધેલ. સોહમ કરમુર જેવા નાના ભૂલકાંઓને પોતાની બચતમૂડીમાંથી જીવદયામાં અનુદાન કરેલ.

- Advertisement -

અશ્રુસભર હૈયે બહેનોએ ભકિતગીત રજૂ કરેલ. સેવા સંકુલના ચેરમેન જશવંત મણિયારે સમસ્ત ગામવતી ફરી ચાતુર્માસ પધારવા વિનંતી કરેલ. ગૌતમ પ્રસાદની સુંદર વ્યવસ્થા બદલ સહુએ આભાર પ્રદર્શિત કરેલ. ગુરૂદેવ લાલપુર પધાર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular