Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જીલ્લા પંચાયત સદસ્ય કે.ડી.કરમુરનું કોગ્રેસમાંથી રાજીનામું

દ્વારકા જીલ્લા પંચાયત સદસ્ય કે.ડી.કરમુરનું કોગ્રેસમાંથી રાજીનામું

- Advertisement -

ભાણવડ તાલકાની મોટા કાલાવડ જીલ્લા પંચાયત સીટનાં સદસ્ય અને ભાણવડ તાલકા તેમજ સમગ્ર જીલ્લામાં સારી એવી લોક ચાહનાં ધરાવતાં નેતાએ કાગ્રેસ પક્ષનાં તમામ હોદાઆ પરથી રાજીનામં ઘરી દેતા અનેક ચર્ચાઓએ ભાણવડ પંથ કમાં જોર પકડય છે. અચાનક ફેસુબકનાં માઘ્યમથી પોસ્ટ કરી રાજીનામાંની જાણ કરી. ભાણવડ તાલકાનાં રાજકારણમાં ઘણા વર્ષોથી ખૂબ જ સક્રિય હતા. અને છેલ્લા દશેક વર્ષથી તેમનાં કિષ્ના એજયુકેશન ચેરીટેબલ ટસ્ટનાં માઘ્યમથી અનેક સેવાકીય કામગીરી કરી છે. તેમજ કોરોના કાળ દરમ્યાન ઓકસીજન, દવાઓ, માસ્ક, સેનેટાઈઝર સહીતની આરાગ્ય સેવા તેમનાં ટ્રસ્ટ દ્વારા પુરવાર કરવામાં આવી હતી. આરોગ્ય તેમજ શિક્ષણ સહીતની સેવાઓમાં તેમના સિંહ ફાળો રહયો છે. કોરોનાં જેવી કપરી પરીસ્થિતિમાં લોકોની વચ્ચે રહી આરોગ્યની સેવાઓ પુરવાર કરી હતી. ભાણવડ તાલકાનાં સક્યિ રાજકારણમાં તેમની એન્ટ્રી સાથે જ મોટા કાલાવડ જીલ્લા પંચાયત સીટ પરથી ચંટણી લડી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. અને તાલુકા પંચાયતમાં પણ કોગ્રેસને બહુમતી મેળવવામાં સફળતા મળી હતી. તેઓને વધુ એક જવાબદારી ભાણવડ નગરપાલીકા ચૂટણીનાં ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા હતાં. અને છેલ્લા 25 વર્ષથી ભાણવડ પાલિકામાં (ભાજપનો કબજો હતો. ભાજપ પાસેથી સતા આંચકી કોગ્રેસને બહુમતી અપાવવામાં સફળ રહયા હતા અને ભાણવડમાં ખૂબ લોક ચાહનાં મેળવી હતી. પરંતુ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળીયા-ભાણવડ સીટ પરથી કાગેસનાં ઉમેદવાર વિકમભાઈ માડમની હાર થતા હારની નેેતીક જવાબદારી સ્વીકારી કાગ્રેસ પક્ષનાં તમામ હોદાઓ ઉપર રાજીનામું આપ્યું છે અને વઘુમાં જણાવેલ કે મારા ટ્રસ્ટની સેવાઓ અવિરત રહેશે અને આગામી સમયમાં જે નિણય લઈશ તે સમય આવીયે જાહેર કરીશ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular