ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તા.27/12/2022 થી ઇન્દોર ખાતે યોજાવા જઈ રહી છે. જેમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ની 10 મહિલા ક્રિકેટ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (એસ.સી.એ.)માં પસંદગી થઈ છે. મહિલા ક્રિકેટ ટીમ માટે આ પ્રથમ વખત ઘટના બની છે.
ઉપરાંત એકી સાથે જામનગરની 10 મહિલા ખેલાડીઓને સ્થાન મળ્યું હોવાથી જામનગરવાસીઓ માટે પણ ગૌરવ ની વાત છે. આ દરેક ખેલાડીઓ જામનગર ડીસ્ટ્રીક ક્રિકેટ એશોશીએશન ના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે કોચિંગ લઈને તૈયાર થઈ છે.
જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના હોદ્દેદારો અને દરેક સભ્યોએ તમામ મહિલા ક્રિકેટ ખેલાડીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપ્યા છે. જામનગરવાસીઓ માટે આ ગૌરવની વાત છે. યુવકોની માફક જામનગરની મહિલા ક્રિકેટરોએ વિશ્વકક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે. જેમાં જામનગરની રાબીયા શમા, જિયા ઉધાસ, ચિત્રાંશી વાઘેલા,અંશિકા જાંગીડ, હર્ષિતાબા જાડેજા, માનસી ગોહિલ, વિરાલી પરેજીયા, સ્મૃતિ જેના, જાનવી કંડોરીયા અને રૂહી સોલંકીની પસંદગી થઈ છે.