Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારસ્વાસ્થ્ય-સ્વચ્છતાના કાર્યક્રમમાં બાલાચડી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે

સ્વાસ્થ્ય-સ્વચ્છતાના કાર્યક્રમમાં બાલાચડી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે

- Advertisement -

જોડિયા તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2022ના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં કાર્યક્રમમાં જોડિયા તાલુકાની બાલાચડી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

- Advertisement -

જોડિયા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન જેડીવી ક્ધયા વિદ્યાલય-જોડીયા ખાતે ડાયટ જામનગર અને બીઆરસી ભવન જોડિયાના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં જોડિયા તાલુકાની વિવિધ સીઆરસી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જેમાં બાલાચડી પ્રાથમિક શાળાએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં અમૃત પુષ્પ કૃતિ સાથે વિજેતા બની છે. જોડિયા તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આ વિભાગમાં જોડિયા તાલુકાની વિવિધ સીઆરસીઓમાં વિજેતા થયેલ કુલ પાંચ કૃતિઓ વચ્ચે હરીફાઈ હતી. જેમાં નિર્ણય આપોને પેનલે બાલાચડી પ્રાથમિક શાળાને વિજેતા જાહેર કરી પ્રથમ ક્રમ આપ્યો હતો. હવે પછીના જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં જોડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ બાલાચડી પ્રાથમિક શાળા કરશે. બાલાચડી પ્રાથમિક શાળાની વાઘેલા કિરણબા અશોકસિંહ, વાઘેલા તન્વીબા અનિરુદ્ધસિંહ ધો. ની વિદ્યાર્થીની બહેનોએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં અમૃત પુષ્પ કૃતિ રજૂ કરી હતી. જે અંગે શાળાના આચાર્ય મુકેશભાઈ છત્રાળાના સતત પ્રોત્સાહન અને આ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન આપણી શાળાના શિક્ષક હિતેશભાઈ જરુએ આપ્યું હતું તથા કૃતિ માટેના જરૂરી ચાર્ટ ભરતભાઈ જાટીયાએ બનાવ્યા હતા. શાળાના વિજ્ઞાન શિક્ષક મુસ્તાકભાઈ ગોધાવીયાના સહયોગથી અને રફીકભાઈ અમરેલીયાના વિશેષ સૂચનોથી તથા વાઘેલા કિરણબા અને વાઘેલા તન્વીબાની આગવી રજૂઆતથી આ કૃતિએ જોડિયા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે માટે બંને વિદ્યાર્થીની બહેનોને શાળાના સમગ્ર સ્ટાફ અને ગામ લોકો તથા એસએમસી સભ્યો દ્વારા ભવિષ્યમાં યોજાનાર જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવ્યા હતાં. બંને વિદ્યાર્થીની બહેનોને જોડિયા બીઆરસી આસિફભાઇ જામીના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular