પર્ફોર્મિંગ અને વિઝ્યુએલ આર્ટ્સ માટેનું ભારતનું સૌથી આધુનિક, આઇકોનિક અને વિશ્ર્વ સ્તરીય કલ્ચરલ સેન્ટર હવે તેના ભવ્ય પ્રારંભ માટે તૈયાર છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ તેમના નામ સાથેનું મુંબઈના કેન્દ્રમાં આવેલા આ અનોખા લેન્ડમાર્ક વિશેનું તેમનું વિઝન રજૂ કર્યું હતું.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં આવેલું છે અને વિશ્ર્વ સમક્ષ ભારતની શ્રેષ્ઠતમ કળા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનું અને વિશ્ર્વને ભારતમાં લાવવાનું સૌથી પસંદગીનાં સ્થળ તરીકે ઉભરી આવશે. નીતા અંબાણીએ તેને પરફોર્મર અને વિઝિટર માટે સાચે જ ઇન્ક્લુઝિવ સેન્ટર કહ્યું હતું, જે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દરેક માટે કળાને સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે અમારું સ્થળ સમગ્ર ભારત અને વિશ્ર્વમાંથી લોકોને સાથે લાવીને ટેલેન્ટની માવજત કરશે અને પ્રોત્સાહિત કરશે.
ગખઅઈઈ અમેરિકા કે યુરોપમાં હોય તેનાથી પણ વધારે સારું આંતર્રાષ્ટ્રીય ડેસ્ટીનેશન ભારતમાં સ્થાનિક આર્ટ, આર્ટીસ્ટ, પરફોર્મર અને ક્રિએટર માટે તૈયાર કરવાનું નીતા અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઇશા અંબાણીએ તેમની માતાના સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમના માનમાં ઓક્ટોબર 2022માં ગખઅઈઈના પ્રારંભની જાહેરાત કરી હતી.
ચાર માળના ગખઅઈઈમાં 16000 ચોરસ ફૂટના એક્ઝિબિશન સ્પેસ અને ત્રણ થિયેટરનો સમાવેશ થાય છે. જેમાં સૌથી મોટા 2000 સીટના ગ્રાન્ડ થિયેટરમાં અદભૂત અને અનોખા કમળની થીમ ધરાવતા 8,400 સ્વારોવસ્કી ક્રિસ્ટલ સાથેના ઝુમ્મરનો સમાવેશ થાય છે.
પર્ફોર્મિંગ આર્ટ્સ માટે સમર્પિત જગ્યાઓની ત્રિપુટીમાં ધ ગ્રાન્ડ થિયેટર, ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબનો સમાવેશ થાય છે અને તે તમામ અનુભવોની વિશાળ શ્રેણીને પૂર્ણ કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં ઇન્ટિમેટ સ્ક્રીનીંગ અને સ્ટિમ્યુલેટિંગ કોન્વર્સેશનથી માંડીને મલ્ટીલિંગ્વલ પ્રોગ્રામિંગ અને ઇન્ટરનેશનલ પ્રોડક્શન્સનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર ચાર માળ ધરાવતા આર્ટ હાઉસને પણ લોન્ચ કરશે અને તે અગ્રણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોને આકર્ષિત કરશે.
તા. 31 માર્ચ 2023 : સિવિલાઈઝેશન ટુ નેશન: ધ જર્ની ઓફ અવર નેશન: 2,000 સીટર ગ્રાન્ડ થિયેટરમાં પ્રશંસનીય ભારતીય નાટ્યકાર અને દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન પર્ફોર્મિંગ આર્ટ્સ માટેના પ્રાચીન સંસ્કૃત ગ્રંથ શાસ્ત્રીય નાટ્ય શાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા જણાવવામાં આવેલા ભારતીય સંસ્કૃતિની સંવેદનાત્મક કથાને એકસાથે રજૂ કરશે. આ નાટકીય પ્રદર્શનમાં 700થી વધુ કળાકારો ભાગ લેશે અને નૃત્ય, સંગીત તથા કઠપૂતળી જેવા કળા સ્વરૂપો દર્શાવે છે.
શનિવાર, 1 એપ્રિલ 2023 : ફેશનમાં ભારત: ફેશનેબલ ઇમેજિનેશન પર ભારતીય પરિધાન અને વસ્ત્રની અસર: ધ વર્લ્ડ ઑફ ઇન્ટિરિયર્સના એડિટર-ઇન-ચીફ અને વોગ યુએસના ઇન્ટરનેશનલ એડિટર-એટ-લાર્જ તથા પ્રખ્યાત લેખક અને કોસ્ચ્યુમ નિષ્ણાત હેમિશ બાઉલ્સ દ્વારા સુશોભિત આ પ્રદર્શન 18મી-21મી સદીમાં ફેલાયેલી વૈશ્ર્વિક ફેશન પર વસ્ત્ર, ઝવેરાત અને સપાટીના સુશોભનમાં ભારતની વ્યંગાત્મક પરંપરાઓની વ્યાપક અસર અને પ્રભાવની નિશાનીઓ રજૂ કરાશે. આ પ્રદર્શનની સાથે ભારતના વ્યાપક ઇતિહાસ અને વિશ્ર્વભરની ફેશન પર પ્રથમ વખત તેની અસરનું દસ્તાવેજીકરણ કરતી રિઝોલી દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બૂક છે પ્રસ્તુત કરવામાં આવશે.
રવિવાર, 2 એપ્રિલ 2023: સંગમ કોન્ફ્લુઅન્સ: ભારતના અગ્રણી સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી રણજિત હોસ્કોટ અને મ્યુઝિયમ ઓફ ક્ધટેમ્પરરી આર્ટ (ખઘઈઅ), લોસ એન્જલસના ભૂતપૂર્વ ડિરેક્ટર તથા અમેરિકન ક્યુરેટર જેફરી ડીચ અને તેમના નામની ગેલેરીના સ્થાપક દ્વારા ક્યુરેટ કરાયેલા સંગમ કોન્ફ્લુઅન્સનો એક ગ્રૂપ આર્ટ શો છે જે વિવિધ સાંસ્કૃતિક બદલાવને સેલિબ્રેટ કરે છે. 16,000 ચોરસ ફૂટના આર્ટ હાઉસમાં આવેગ અને પરંપરાઓ. આ પ્રદર્શન, ચાર લેવલમાં ફેલાયેલું છે, ભારતથી પ્રભાવિત 11 પ્રતિષ્ઠિત અને ઉભરતા ભારતીય સમકાલીન કળાકારો અને પશ્ચિમી કલાકારોની કૃતિઓ દ્વારા ભારતની વિવિધતાને ઉજાગર કરશે.