જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતી અને નવ માસ પહેલાં લગ્ન થયેલ યુવતીએ તેણીના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતી હમીદાબેન અસરફભાઈ ખફી (ઉ.વ.22) નામની યુવતીએ તેણીના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની પરિવારજનો દ્વારા જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હમીદાબેનના લગ્ન 9 માસ પહેલાં અસરફભાઈ સાથે થયા હતાં અને યુવતી માનસિક બીમારીથી પીડાતી હોવાનું અને આ બીમારીના કારણે આત્મહત્યા કર્યાનું ખુલ્યું હતું.