Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતસોમવારે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલની તાજપોશી

સોમવારે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલની તાજપોશી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પહોંચી વર્તમાન સરકારનું આપ્યું રાજીનામું : રવિવારે કમલમ્માં યોજાશે ધારાસભા દળની બેઠક : ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ નવી સરકારની રચના માટે દાવો રજૂ કરશે : ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને રવિવારે ગાંધીનગર હાજર થવા પ્રદેશ ભાજપાનું કહેણ: પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ શપથવિધીમાં ઉપસ્થિત રહેશે

- Advertisement -

ગુજરાત વિધાનસભામાં 156 પ્રચંડ બેઠકની બહુમતિ સાથે ફરી સત્તાસ્થાને આવેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સોમવારે ફરી એક વખત મુખ્યમંત્રી પદે તાજપોશી કરવામાં આવશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં આ અંગેની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. બપોરે યોજાનારા આ શપથ સમારોહને યાદગાર બનાવવા પ્રધાનમંત્રી અને કેન્દ્રિય ગૃહમંત્રી સહિત ભાજપના ટોચના નેતાઓ, અન્ય રાજયોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. 14 ડિસેમ્બરથી કમુરતા બેસી જતા હોય તે પહેલાં જ શપથવિધી આટોપી લેવા અને સરકારનું ગઠન કરી લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સાથે કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. જયારે કમુરતા બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી જાણકારી પ્રાપ્ત થઇ છે. દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજભવન પહોંચી વર્તમાન સરકારનું રાજીનામું સોંપ્યું હતું.

- Advertisement -

182 માંથી 156 મતક્ષેત્રોમાં જંગી બહુમતી સાથે ભાજપનો વિજય થતા નવી સરકારની રચના માટે 12 ડિસમ્બરને સોમવારે બપોરે બે કલાકે સચિવાલય સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધીનું આયોજન શરૂ કરી દેવાયુ છે. ભાજપમાંથી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને રવિવારે ગાંધીનગર હાજર થવા પ્રદેશ ભાજપમાંથી કહેવાયુ છે.

કમલમ ખાતે મળનારી બેઠકમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરીથી ધારાસભામાં દળના નેતા તરીકે વરણી કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે. બાદમાં નવી સરકારની રચના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન જઈને રવિવારની સાંજે રાજીનામુ તેમજ દાવો રજૂ કરશે. ભાજપમાં થતી ચર્ચા મુજબ વર્તમાન સરકારમાં મંત્રીપદે રહેલા કેટલાકને પડતા મુકીને નવી સરકારમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત દેશભરના આગેવાનો ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular