Sunday, December 29, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ભાજપના ઉમેદવારોનું વિશાળ વિજય સરઘસ નિકળ્યું

ખંભાળિયામાં ભાજપના ઉમેદવારોનું વિશાળ વિજય સરઘસ નિકળ્યું

જાહેર જનતાનો આભાર વ્યક્ત કરતા મુળુભાઈ બેરા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારે સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખંભાળિયાના મુળુભાઈ બેરા તથા દ્વારકાના ઉમેદવાર પબુભા માણેકનું વિજય સરઘસ નીકળ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફટાકડાની રમઝટ તથા અબીલ-ગુલાલની છોળો સાથે ઢોલ-ત્રાસાના સથવારે જુદા જુદા વિસ્તારોમાં વિજેતા ઉમેદવારના સમર્થકો, ટેકેદારો તેમજ કાર્યકરોએ હોંશ સાથે ઉમંગની લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisement -

વિધાનસભાની ચૂંટણીમાં પાંચમી વખત વિજેતા થયેલા ખંભાળિયાના ઉમેદવાર મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં હાઈવે પર નિર્માણાધિન કમલમ જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો, સમર્થકોના સ્નેહમિલન બાદ અહીના હાઈવે ચાર રસ્તા પાસેથી શણગારેલા વાહનો સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરી રાત્રે અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં ફુલહાર તથા સૌના મોં મીઠા કરાવીને સ્વાગત સન્માન કરાયું હતું.

અહીં યોજવામાં આવેલી જાહેરસભામાં વિજેતા ઉમેદવાર મુળુભાઈ બેરાએ સમગ્ર પંથકની જનતાનો જાહેર આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોએ તેમના ઉપર મુકેલા આ અમૂલ્ય વિશ્વાસના તેઓ હંમેશા ઋણી રહેશે અને આગામી સમયમાં આ વિસ્તારના તમામ વિકાસ કાર્યો માટે સતત અને અવિરત રીતે જાગૃત રહી અને અગાઉના વર્ષોની ખૂટતી સુવિધાઓ બંને તાલુકાઓને પ્રાપ્ત થાય તે માટે તનતોડ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવશે. આ વિજયયાત્રામાં મહત્વનું યોગદાન આપનારા પાર્ટીના કાર્યકરો, મીડિયા મિત્રોનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

આ જાહેરસભામાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, ચૂંટણીના ઇન્ચાર્જ પી.એસ. જાડેજા, ગઢવી અગ્રણી ઘેલુભાઈ ગઢવી, હરિભાઈ નકુમ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ડો. અમિત નકુમ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, પ્રભાત કાળુભાઈ ચાવડા, જયેશભાઈ ગોકાણી, પરબતભાઈ ભાદરકા, વિગેરે જોડાયા હતા. આ પ્રસંગે નોંધપાત્ર લીડ સાથે વિજેતા થવા બદલ મુળુભાઈ બેરાનું વિવિધ મંડળો, એસોસિયેશન, હોદ્દેદારો, આગેવાનો વિગેરે દ્વારા જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular