Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારજીતના જાદુગર પબુભા માણેકની રેકોર્ડબ્રેક આઠમી જીત

જીતના જાદુગર પબુભા માણેકની રેકોર્ડબ્રેક આઠમી જીત

- Advertisement -

દ્વારકા વિધાનસભા 82 મા બીજેપીએ પબુભા માણેકને રીપીટ કરી દાવ ખેલ્યો હતો જેને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીએ સતવારા સમાજ ફેક્ટર અપનાવી લખમણ નકુમને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા, જ્યારે કોંગ્રેસે આહીર જ્ઞાતિ ફેક્ટર અપનાવી મુળુ કંડોરિયાને ટિકિટ આપી હતી. પરંતુ બંને પાર્ટીના ફેક્ટરને નાકામ કરી સર્વે સમાજને સાથે રાખતા પબુભાને પ્રજા એ સતત આઠમી વખત વિજય તિલક કર્યું છે.

- Advertisement -

દ્વારકા વિધાનસભા 82 માં ટોટલ 13 ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતર્યા હતા જેમાં કાંટે કી ટક્કર માં ત્રણ ઉમેદવાર હતા જેમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાને 68691, આપના લખમણભાઇ નકુમને 28381 તેમજ બીજેપીના પબુભા માણેક ને 74018 મતદાતાઓએ પોતાના ઉમેદવાર તરીકે વોટિંગ કરેલ આખરે પબુભા 5327 મતથી આઠમી વખત વિજય થયો છે.

દ્વારકા વિધાનસભા બેઠકને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ઉમેદવાર પબુભા એ જીતી હતી. પબુભાનો રાજકીય ઈતિહાસ કંઈ આ રીતે છે પબુભા માણેક 1990થી સતત દ્વારકાસીટ પરથી જીતતા આવ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા હતા. આ જીતનો સિલસિલો 2022 માં પણ જીતવામા સફળ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular