બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિવસ નિમિત્તે આજરોજ જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ભાજપા ઉમેદવાર રિવાબા જાડેજા જામનગર દક્ષિણ વિધાનસભાના ભાજપા ઉમેદવાર દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહી બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં. આ ઉપરાંત મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, કોર્પોરેટર મુકેશભાઇ માતંગ, વિનોદભાઇ ખિમસુરીયા, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, અલ્કાબા જાડેજા, ભાજપ અગ્રણી પી.ડી. રાયજાદા, સામતભાઈ પરમાર, ભાવિશાબેન ધોળકીયા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપરાંત અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ, હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ ઉપસ્થિત રહી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતાં.