Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરગુલાબનગર એએસઆઇની પ્રશંસનીય કામગીરી

ગુલાબનગર એએસઆઇની પ્રશંસનીય કામગીરી

ગુલાબનગરમાં દંપતીના ખોવાયેલા નાણાં શોધી આપ્યા

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં દંપતી ખરીદી કરતું હોય આ દરમિયાન તેમનું પૈસા ભરેલું પર્સ પડી જતાં ગુલાબનગરના એએસઆઈ દ્વારા તેમનું પર્સ પરત શોધી આપ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં હંસાબેન ભરતભાઈ સાગઠીયા તથા ભરતભાઈ ગોવિંદભાઈ સાગઠીયા ગુલાબનગર બજારમાં ખરીદી કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમના પેન્શનના રૂપિયા 25 હજાર સાથેનું પર્સ ભીડમાં પડી ગયું હતું. આથી દંપતી દ્વારા ગુલાબનગર પોલીસચોકીએ પહોંચી આ અંગે એએસઆઈ એ.બી. ચાવડાને રજૂઆત કરી હતી. એએસઆઇ દ્વારા દંપતીની સાથે રહી ગુલાબનગરની બજારમાં લોકોને પૂછપરછ કરી હતી તેમજ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. આ દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ આ દંપતીના પૈસા રસ્તા પરથી લીધા હોય એએસઆઇ દ્વારા એ શખ્સની શોધખોળ કરી દંપતીને તેમના રૂપિયા પરત શોધી આપ્યા હતાં. એએસઆઈ દ્વારા કરાયેલી આ મદદને દંપતીએ આવકારી આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular