Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હી મહાનગર પાલિકાની ચૂંટણીમાં 50 ટકા મતદાન

દિલ્હી મહાનગર પાલિકાની ચૂંટણીમાં 50 ટકા મતદાન

- Advertisement -

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 250 વોર્ડ માટે રવિવારે મતદાન થયું હતું. સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે જોરદાર ટક્કર છે. ભાજપ દારૂ અને ભ્રષ્ટાચારના મુદ્દે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યું છે, તો બીજી તરફ આપનું કહેવું છે કે દિલ્હીની ગંદકી માટે ભાજપ જવાબદાર છે. આશરે 50% મતદાન થયું હતું. ભાજપ અને આપએ મતદાર યાદીમાં ગોટાળાનો આક્ષેપ કરીને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણીના પરિણામો 7 ડિસેમ્બરે આવશે. ખઈઉ ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 709 મહિલા ઉમેદવારો છે. ભાજપ અને આપએ તમામ 250 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસ 247 ઉમેદવારો સાથે મેદાનમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular