આઈએનએસ વાલસુરા ખાતે 65મી ઈન્ટર સર્વિસ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો તા.27 અને 29 નવેમ્બર ના રોજ સમાપન સમારોહ યોજાયો હતો. આ ઇવેન્ટ આઈએનએસના નેજા હેઠળ હાથ ધરવામાં આવી હતી. ત્રણ દિવસીય ચેમ્પિયનશિપ 10 કેટેગરીમાં યોજાઈ હતી. વાઈસ એડમિરલ શ્રીકુમાર નાયર ડીજીએનપી (વી) સમાપન સમારોહના મુખ્ય અતિથિ હતા અને ઈનામો આપ્યા હતા. ભારતીય સેનાની બે ટીમો (આર્મી રેડ અને આર્મી ગ્રીન) અને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન એર ફોર્સની એક-એક ટીમે દરેક કેટેગરીમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળની ટીમને 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ અને 75 પોઈન્ટ સાથે ચેમ્પિયનશિપની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આર્મી રેડ ટીમ 3 ગોલ્ડ અને 4 સિલ્વર સાથે રનર્સ-અપ રહી હતી જ્યારે આર્મી ગ્રીન 6 મેડલ સાથે ત્રીજા સ્થાને રહી હતી. ભારતીય નૌકાદળના એલ સદાનંદ સિંઘ સી II (GW)ને ઇવેન્ટમાં શ્રેષ્ઠ વેઇટલિફ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.