જામનગર શહેરના ઈન્દિરા ગાંધી કોલોની વિસ્તારમાં રહેતાં પ્રૌઢની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મની સામે આવેલી ઈન્દિરા ગાંધી કોલોનીમાં રહેતાં રામશીભાઈ અમરશીભાઈ ચૌહાણ (ઉ.વ.58) નામના પ્રૌઢની તબિયત લથડતા સોમવારે વહેલીસવારના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મુકેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.