વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને દરેક ઉમેદવારો લોકસંપર્કમાં જોડાઈ ગયા છે. ત્યારે 80 જામજોધપુર વિધાનસભાની બેઠકના ભાજપાના અનુભવી ઉમેદવાર અને જનતાના સાચા આગેવાન એવા ચિમનભાઇ સાપરિયાને તમામ સમાજના સમર્થનો મળી ચુકયા છે. લોકો અનુભવી ઉમેદવારને પોતાના પ્રતિનિધિ તરીકે સમર્થન આપી રહ્યા છે. લોકો તો ચિમનભાઈને ફકત ધારાસભ્ય જ નહીં પરંતુ કેબિનેટમંત્રીના પદ પર જોવા ઈચ્છે છે. સતત લોકો સાથે જોડાયેલા ચિમનભાઈને જામજોધપુરના લોકોનું પૂરેપૂરું લોક સમર્થન મળી રહ્યું છે.
વિધાનસભા ચૂંટણીના અનુસંધાને વાત કરીએ તો સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જામનગર ખાતે જાહેર સભામાં મળી રહયો છે. તમામ સમાજના આગેવાનો ચિમનભાઈની પડખે ઉભા રહે છે. ચિમનભાઈ એ એક ઉચ્ચકોટીના રાજકારણી રહ્યા હોવા છતાં આમ જનતા સાથે રહીને કામ કરવામાં માને છે.
નરેન્દ્રભાઈ મોદીના જામનગર પ્રવાસે અંતર્ગત ચિમનભાઈ દરેક ગામની મુલાકાત લઇને આ સભામાં જોડાવા માટે અપીલ કરી હતી. જ્યાં-જ્યાં પણ ચિમનભાઈ સાપરિયા પહોંચ્યા ત્યાં ત્યાં ગામના લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યુ હતું. આ સાથે લોકોએ પૂરા સાથ સહકાર આપતા કહ્યું હતું કે, જામજોધપુર-લાલપુર પંથકની કાયાપલટ કરનારા એવા ચિમનભાઈ પણ પ્રજાને પૂરતો વિશ્ર્વાસ છે અને આ ભરોસા સાથે તેઓ ફરી ચિમનભાઈના સમર્થનમાં જ છે. આગામી દિવસોમાં તેઓ ચિમનભાઈને જીતાડીને કેબિનેટમંત્રીને પોતાનો મત આપશે તેવું માનનારા લોકોએ ચિમનભાઈને ખોબલે-ખોબલે આશિર્વાદ આપ્યા છે.
અત્યાર સુધીમાં જન સંપર્ક દરમિયાન ચિમનભાઈ સાથે સમર્થન આપીને મુસ્લિમ સમાજ, દલિત સમાજ, આહિર સમાજ જેવા અનેક લોકોએ જન સમર્થન આપીને ભાજપામાં પ્રવેશ કર્યો છે અને ભગવો લહેરાવ્યો છે. આહિર સમાજના 700 લોકો ચિમનભાઇના સમર્થનમાં ભાજપામાં જોડાયા છે. આ જોતા કહી શકાય કે જામજોધપુર ભાજપમયી બન્યું છે. આ તકે જિલ્લા અધિકારીઓ, હોદ્ેદારો, આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈઓ-બહેનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા માટે જ્યારે ચિમનભાઈ લોકસંપર્કમાં નિકળ્યા ત્યારે તેમની સાથે જામનગર જિલ્લા ભાજપાના મંત્રી કૌશિકભાઈ રાબડિયા, માર્કેટ યાર્ડના ડિરેકટર સી.એમ. વાછાણી, તાલુકા પંચાયત પ્રમુખ જે.ટી. ડોડિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા સહિત અન્ય મોટાભાગના સમાજના વરિષ્ઠ આગેવાનો – કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ ઉપરાંત લાલપુર પંથકમાં ગામની મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકા ભાજપા પ્રમુખ અળશીભાઇ, સમીરભાઈ ભેસદડિયા અને તાલુકા પંચાયત પ્રમુખ ભનાભાઈ કાંબરિયા તેમજ લાલપુરના વરિષ્ઠ આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જામજોધપુરમાં ચિમનભાઇએ રોડ – શો યોજયો હતો. જેમાં હજારોની મેદનીને લોકોને ચિમનભાઇ એ આહવાન કર્યુ હતું. આ રોડ-શો કાર્યાલયથી મિનિ બસ સ્ટેન્ડ, ગાંધી ચોક સ્ટેશન રોડ, આઝાદ ચોક, લીમડા ચોક, ખરાવાડ, ચોરાપાસે, સુભાષ રોડ, બેરિસ્ટર ચોક સહિતના વિસ્તારમાં લોક સંપર્ક કર્યો હતો. આ લોક સંપર્ક દરમિયાન વેપારીઓ સાથે મુલાકાત કરી વેપારીઓ દ્વારા ફુલહાર કરીને તેમનું ઉમકળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની શુભેચ્છાઓ અને આશિર્વાદ પ્રાપ્ત કરીને આ રોડ – શો માં લોકોને પોતાનો પવિત્ર અને કિંમતી મત કમળને આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે શહેરના તમામ આગેવાનો, હોદ્ેદારો અને ભારતીય જનતા પાર્ટીની ટીમ, કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. આ ઉપરાંત અત્યાર સુધીમાં ચિમનભાઇ લોક સંપર્ક માટે લાલપુરના રક્કા, નવાધુણિયા, માધુપુર, મોટા પાંચસરા, વડપાંચસરા, ગલ્લા અને ફોટડી ગામ, ભોરિયો, કબરકા, શેઢાખાઇ, જોગરા, કૃષ્ણગઢ, વાનાવડ, વસંતપુર વગેરે જેવા ગામોની મુલાકાત લઇને ત્યાં સભા યોજીને લોકો સાથે સંપર્ક યોજાયો હતો અને લોકો તરફથી દરેક ગામના લોકોએ પણ તેમને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. આ જોતા કહી શકાય છે કે, જામજોધપુરના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ તેમાના જાણીતા અને અનુભવી ચહેરાને પસંદ કરીને તેમના નામ પર મહોર મારવાનું નકકી કરી લીધું છે.