જોડિયા તાલુકાના કુન્નડ ગામના પાટીયા નજીકથી પસાર થતાં ડમ્પરને પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવતા અને કેફી પ્રવાહી પીધેલા ટ્રકચાલકે ડમ્પર સાથે અથડાવી અકસ્માત કરી નુકસાન પહોંચાડયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા રેલવે સ્ટેશન પાસે રહેતો મોહિત બોરસાણિયા નામનો યુવાન સોમવારે રાત્રિના સમયે જીજે-03-બીવાય-3350 નંબરનું ડમ્પર લઇને જોડિયા તાલુકાના કુન્નડ ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા એમએચ-42-ટી-1119 નંબરના ટ્રકચાલકે કેફી પ્રવાહી પી ને આગળ જતાં ડમ્પરને ઠોકર મારતા અકસ્માતમાં ડમ્પરમાં સાઈડના દરવાજાના કાચ તૂટી ગયા હતાં. જોકે, સદનસીબે અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચી ન હતી. અકસ્માત અંગેની ચાલક મોહિત દ્વારા જાણ કરાતા હેકો એન.વી. જાડેજા તથા સ્ટાફે મહારાષ્ટ્ર પાસિંગના ટ્રકચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.