Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયમાઉન્ટ આબુમાં કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા પ્રવાસીઓ

માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા પ્રવાસીઓ

ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારો: લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટી ગયુ છે

- Advertisement -

રાજયમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે હજી શિયાળાની કાતિલ ઠંડી નથી અનુભવાઈ રહી છે. પરંતુ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. મળતી વિગતો પ્રમાણે વાતાવરણમાં ઠંડક સાથે આબુમાં લધુત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટી ગયુ છે. આ સાથે સાથે મહત્તમ તાપમાન 24 પોઇન્ટ 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

- Advertisement -

હવે ઠંડીથી બચવા માટે તાપણા કરવાની પણ શરુઆત થઈ ગઈ છે. લોકો કાતીલ ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ કરતા હોય છે. વિગતે વાત કરવામાં આવે તો, ગયા શિયાળાની સિઝનમાં માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. આ વખતે રાજયમાં ઠંડી સાથે સાથે ચૂંટણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેથી લોકોને બે ઋતુનો સામનો કરવાનો છે.

આગાહી પ્રમાણે શિયાળાની તિવ્રતા બાદ આગામી દિવસમાં તાપમાનનો પારો ગગડશે તેવી સંભાવનાઓ છે. જો કે, બીજી તરફ ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારો પણ વધી રહ્યો છે. શિયાળાની ઋુતુમાં લોકો પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, શિયાળામાં પ્રવાસ કરવો ખુબ સારો હોય છે. આપને જણાવીએ કે, ગાંધીનગરમાં બુધવારે 12.7 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. અમદાવાદમાં 15 ડિગ્રી જયારે નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં બુધવારે સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular