Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમેફેડોન પાવડરના જથ્થાના કેસમાં આરોપીની જામીન મુકિત

મેફેડોન પાવડરના જથ્થાના કેસમાં આરોપીની જામીન મુકિત

- Advertisement -

જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ દ્વારા તા. 18-6-2020ના રોજ જામનગર-રાજકોટ હાઇવે ખીજડીયા બાયપાસ પાસેથી શબીર ઇક-બાલ બસરને પ4 ગ્રામ મેફેડોન પાવડર કિંમત રૂા. 5,40,000 સાથે ઝડપી લીધો હતો. જે જથ્થો આ ઇસમ દ્વારા પોતાના ભાઇ સમીર ઇકબાલ બસર પાસેથી ખરીદ કરેલું હોવાનું ખુલતા સમીરને ફરારી દર્શાવી જામનગર એસઓજી શાખા દ્વારા બને બસર બંધુઓ સામે એન.ડીપી. એસ. એકટની કલમ 8સી : વગેરે મુજબ ગુનો નોંધેલ હતો. આ ગુનાના આરોપી સમીર ઇકબાલ બસર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન ઉપર મુકત થવા અરજી કરતા વડી અદાલતના ન્યાયમૂર્તિ એસ.જે. દવે દ્વારા આરોપી સમીર ઇકબાલ બસને રૂા. 15,000ના જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ કંદર્પ એચ. ધોળકિયા, મિતુલ ડી. હરવરા તથા એ.પી. ચાવડા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular