જામનગર મહાનગરપાલિકા દ્વારા કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ સેનીટરી ઈન્સ્પેકટરોની 4 ટીમો બનાવી, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ, દુકાનધારકો, ધંધાર્થીઓ સામે પ્લાસ્ટિક જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અનુસંધાને રર આસામીઓ પાસેથી રૂા.9,700 નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે તેમજ ર1.પ કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે આ ઝુંબેશ અવિરત ચાલુ રહેવાની હોય, જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેક દુકાનધારકો, વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવે છે.