Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં દારૂના નવ દરોડામાં 10 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં દારૂના નવ દરોડામાં 10 શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં 9 જેટલા દારૂના દરોડામાં પોલીસે 10 શખ્સો વિરૂઘ્ધ કાર્યવાહી કરી હતી. તેમજ એક શખ્સ નાસી જતાં તેની શોખધોળ હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગોકુલનગર સાંઢિયાપુલ પાસેથી સફેદ કલરની ક્રેટા કારમાંથી અમિત સુરેશ મેસવાણિયા નામના શખ્સ પાસેથી પોલીસે રૂા. 6100ની કિંમતની 13 નંગ દારૂની બોટનલી તેમજ પાંચ લાખની કીંમતની મોટરકાર તેમજ પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 5,11,100ની કિમતનો મુદામાલ કબજે કર્યો હતો અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર મગન વેલજી ગોંડલીયા તથા એક અજાણયા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો હતો.

બીજો દરોડો જામનગર શહેરમાં 64 દિ.પ્લોટ બંસરી ડેરીની બાજુમાં રવિ કેશુ રામનાણીના રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 7000ની કિંમતની 14 નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો બેડ ગામમાં મુંડીવાવની બાજુમાં ભારમલ શાર્દુલ કરમટા નામના શખ્સ પાસેથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 2000ની કિંમતની ચાર નંગ દારૂની બોટલ કબજે કરી હતી.

ચોથો દરોડો જામનગર શહેરમાં કડિયાવાડ વિસ્તારમાં ચંદન ઇલેકટ્રિક નામની દુકાનમાંથી રૂા. 900ની કિંમતના 6 નંગ વિદેશી દારૂની બોટલો (ચપલા) સાથે વિપુલ દિનેશ સોઢાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -

પાંચમો દરોડો લાલપુરના ઉગમણા ઝાપા પાસેથી પોલીસે રેઇડ દરમ્યાન દિવ્યરાજસિંહ નટુભા જાડેજા નામના શખ્સને રૂા.1000ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

છઠ્ઠો દરોડો શેઠવડાળા ગામમાં શિવપાર્કથી આગળ જતા રોડ ઉપરથી પોલીસે ગોવર્ધન જબ્બરસિંગ માનકર નામના શખ્સને રૂા.400ની કિંમતની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો.

સાતમો દરોડો જામનગર શહેરમાં શંકરટેકરી શેરિ નં.7માં હરેશ નેણસી ગોરી નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 2000ની કિંમતની 4 નંગ દારૂની બોટલ ઝડપી હતી. રેઇડ દરમ્યાન આરોપી નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

આઠમો દરોડો ધ્રોલના દદ્વારકાધિશ સોસાયટીમાં વિનોદ રાઘવજી કાલાવડિયાના રહેણાંક મકાનમાંથી રૂા. પ00ની કિંમતની એક નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી.

નવમો દરોડો મેઘપરના ઝાખર ગામમાંથી હરપાલસિંહ ઉર્ફે કારિયો બળવંતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન 2000ની કિંમતની ચાર નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular