Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇની હવા પણ પ્રદૂષિત

મુંબઇની હવા પણ પ્રદૂષિત

- Advertisement -

જોરદાર પવનોને લીધે એક તરફ દિલ્હીની હવાની ક્વોલિટી સુધરી રહી છે ત્યારે દેશનાં આર્થિક પાટનગર મુંબઇમાં એરક્વોલિટી ઇન્ડેક્સ 262 ઉપર પહોંચી ગયો હતો. જે ખરાબ સ્તરે માનવામાં આવે છે. તો બીજી તરફ દેશનાં પાટનગર દિલ્હીમાં એરક્વોલિટી ઇન્ડેક્સ સુધરીને 203 રહ્યો હતો. તેમ સીસ્ટીમ ઓફ એરક્વોલિટી ફોરકાસ્ટિંગ એન રીસર્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે. પહેલાં જાણકારોનું કહેવું હતું કે સમુદ્ર તટને લીધે મુંબઇમાં હવાની ગતિ બની રહી છે. તેથી મુંબઇની હવા દિલ્હી જેવી ખરાબ થવા સંભવ નથી. પરંતુ આંકડાઓ જોતાં મુંબઇ પણ આ સમસ્યાથી અસ્પૃશ્ય રહ્યું નથી. એસ.એ.એફ. એ. આર. ના પ્રોજેક્ટ ડાયરેકટર ગુફરાન બેગે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષોભને લીધે ભારતના પશ્ર્ચિમના ભાગોમાં હવાની ગતિ ઓછી છે. ઉપરાંત ઉષ્ણતામાન ઘટવાને લીધે પ્રદૂષણનાં કણ રોકાઈ ગયાં છે. વળી હવા ઝડપભેર પાછી પણ ફરી રહી નથી. તેમની સમુદ્ર ઉપરથી આવતી હવાની ગતિ પણ મંદ પડી છે. આ બધાં કારણોને લીધે મુંબઇની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular