Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાત રસ્તા થી સુભાષ બ્રીજ સુધીના ફલાય ઓવર બ્રીજના પ્રોજેકટ વર્કની મુલાકાત...

સાત રસ્તા થી સુભાષ બ્રીજ સુધીના ફલાય ઓવર બ્રીજના પ્રોજેકટ વર્કની મુલાકાત લેતા કમિશ્નર

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જામનગર શહેરના મુખ્ય અને મહત્વના પ્રોજેકટ એવા સાત રસ્તા થી સુભાષ બ્રોજ સુધીના ફોરલેન એલીવેટેડ ફલાય ઓવર બ્રીજની સાઈટ ઉપર રૂબરૂ સ્થળ નિરિક્ષણ કરી આ પ્રોજેક્ટના બધા જ કોમ્પોનેન્ટની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. સર્વપ્રથમ ફલાય ઓવર બ્રીજના સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટના સ્થળે કામની ગુણવતા માટે દરેક પ્રકારના પરિક્ષણ જેવા કે, સ્લમ્પ / ટેસ્ટ, કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ ટેસ્ટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી. કામમાં વપરાશમાં લેવામા આવતા દરેક મુખ્ય મટીરીયલ્સ જેવા કે સ્ટીલ, સિમેન્ટ, એગ્રીગેટની ગુણવતાનું અવલોકન કર્યુ હતું. જામનગર શહેરના ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટેના મહત્વના આ પ્રોજેકટના સઘળા પાસાઓ જેવા કે સમય મર્યાદા, કામની ગુણવતા વિગેરેની વિસ્તૃત ચર્ચા નાયબ કમિશ્નર ભાવેશ જાની તથા પ્રોજેકટ ટીમ સાથે કમિશ્નરએ કરી અને આ ફલાય ઓવર બ્રીજના તમામ કોમ્પોનેન્ટસ અંગે જરૂરી સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular