દ્વારકા જગત મંદિર ખાતે DySP સમીર સારડા દ્વારા સુરક્ષા ચકાસણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે ખાનગી માણસો સાથે પિસ્તોલ અને છરી ઘુસાડવા પ્રયાસ કરાયો હતો. જે મંદિરના PI સહિતના સ્ટાફે ઝડપી લઇ તેમની સતર્કતા દાખવી હતી.
આજરોજ સાગર સુરક્ષા માટે ચાલી રહેલ “સી વિજીલ” કવાયત દરમિયાન મંદિર સુરક્ષા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. તેમની કામગીરીની ચોકસાઈને ચકાસવા માટે DySP સમીર સારડા દ્વારા ગુપ્ત રીતે ભીડ ના સમયે ખાનગી માણસો સાથે પૂર્વ દરવાજા તરફથી મોક્ષ દ્વાર વાટે પિસ્તોલ અને 56 સીડી તરફ થી સ્વર્ગ દ્વાર વાટે મોટી છરી ઘુસાડવાની ડેકોય ગોઠવવામાં આવી હતી.
પરંતુ ફરજ પર ના પીઆઈ પી એ પરમાર અને એમની ટીમે સતર્કતા બતાવી બેયને મંદિરમાં પ્રવેશતા પહેલા ચેકીંગ દરમ્યાન પકડી લીધા હતા. આમ મંદિર પોલીસ ની સતર્કતા ની મંદિર DySP સારડા એ ચકાસણી કરતા પોલીસે પોતાની ફરજ પરની સતર્કતા બતાવી હતી.